કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે ભરાતા પાણીથી કાયમી રોગચાળાનો ખતરો મોરબી : મોરબીના રાજપરા શનાળા રોડ ઉપર પીવાના પાણીની લાઈન લીકેજ હોવાથી કાયમી હજારો ગેલન પાણી વેડફાઈ જવાની સાથે પાણી ભરવાના કારણે રોગચાળો ફેલાવાનો ખતરો ઉભો થયો છે. મોરબી રાજપર રોડ ઉપર શક્તિ કોમર્શિયલ કોમ્પ્લેક્સની સામે કાયમી પાણીના તલાવડા ભરાયેલ રહે છે. શનાળા ગામની પીવાના પાણીની લાઈન લીકેજ હોવાને કારણે અહીં દરરોજ વગર વરસાદે પાણીના ખાબોચિયા ભરાયેલા રહેવાથી લોકોને આવા ગમનમાં મુશ્કેલી પડવાની સાથે રોગચાળો ફેલાવાની દહેશત પણ ઉઠવા પામી છે.