સૌથી વધુ મચ્છુ-3 ડેમમાં પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો, ડેમી-2 અને ઘોડાધ્રોઇ ડેમમાં પણ પોણા ત્રણ ઇંચ વરસાદ મોરબી : મોરબી જિલ્લામાં વરસાદને પગલે તમામ 10 ડેમોમાં પાણીની નવી આવક નોંધાઈ છે. તમામ ડેમોમાં દોઢ ઇંચથી લઈ પોણા પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો મચ્છુ-1 ડેમમાં 104 મિમી વરસાદ નોંધાયો છે. ડેમ 21.57 ટકા ભરાયો છે. મચ્છુ-2 ડેમમાં 42 મિમી વરસાદ નોંધાયો છે. ડેમ 6.11 ટકા ભરાયો છે. ડેમી-1 ડેમમાં 44 મિમી વરસાદ નોંધાયો છે. ડેમ 2.02 ટકા ભરાયો છે. ડેમી-2 ડેમમાં 70 મિમી વરસાદ નોંધાયો છે. ડેમ 19.22 ટકા ભરાયો છે. ઘોડાધ્રોઈ ડેમમાં 70 મિમી વરસાદ નોંધાયો છે. ડેમ 34.44 ટકા ભરાયો છે. બંગાવડી ડેમમાં 40 મિમી વરસાદ નોંધાયો છે. ડેમ 2.52 ટકા ભરાયો છે. બ્રાહ્મણી ડેમમાં 35 મિમી વરસાદ નોંધાયો છે. ડેમ 23.11 ટકા ભરાયો છે. બ્રાહ્મણી-2 ડેમમાં 60 મિમી વરસાદ નોંધાયો છે. ડેમ 47.51 ટકા ભરાયો છે. મચ્છુ-3 ડેમમાં 120 મિમી વરસાદ નોંધાયો છે. ડેમ 84.23 ટકા ભરાયો છે. ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમી-3 ડેમમાં 45 મિમી વરસાદ નોંધાયો છે. ડેમ 2.68 ટકા ભરાયો છે.