મોરબી : મોરબીમાં ચોમાસા દરમ્યાન અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. ઠેર- ઠેર ગટર ઉભરાવાના કારણે રસ્તા પર પાણી ફરી વળે છે. ત્યારે હવે મોરબીમાં વીસીપરામાં આવેલા વિજયનગરના બાલમંદિરમાં પાણી ભરાયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વરસાદ આવતા બાલમંદિરમાં પાણી ભરાયું હતું. એક તરફ રોગચાળો વકરી રહ્યો છે અને ચોમાસામાં વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે. ત્યારે બાલમંદિરમાં પાણી ભરાવાથી બાળકોના આરોગ્યને લઈને સવાલો ઉઠવા પામ્યા છે.