નેકનામ-પડધરી રોડ પર અકસ્માતનો ભય, ગંદકી અને પાણીના ભરાવાના કારણે ભયંકર રોગચાળો ફેલાવાની દહેશતટંકારા : ટંકારાની મિતાણા ચોકડી પાસે સામાન્ય વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, માત્ર અડધા ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં જ મિતાણા ચોકડી વિસ્તારમાં જાણે મોટા તળાવ ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી ભરાવાના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મિતાણા ચોકડીથી નેકનામ અને પડધરી તરફ જતા માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થતા સતત અકસ્માતનો ભય મંડરાઈ રહ્યો છે. વાહનો પસાર થતી વખતે પાણીના કારણે રસ્તાના ખાડાઓનો અંદાજ ન આવતો હોવાથી વાહનો ફસાવાની કે સ્લીપ થવાની ગંભીર શક્યતાઓ છે. આ ઉપરાંત, બ્રિજ નીચે ભરાયેલા આ પાણી અને કાદવ-કીચડમાં કચરો જમા થવાથી ચારેતરફ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આસપાસના વિસ્તારોમાં ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી ગઈ છે, જેને લઈને લોકોમાં તંત્રની નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના દાવાઓ વચ્ચે સામાન્ય વરસાદમાં જ હાઈવે અને મુખ્ય ચોકડીની આવી બિસ્માર હાલત કામગીરીની પોલ ખોલી રહી છે. સંબંધિત તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાની નોંધ લઈને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને અકસ્માતનો ભય દૂર થાય તેવી સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MitanaChokdi #Tankara #WaterLogging #Rain #PublicIssue #MorbiNews #AccidentRisk #Monsoon2026 #GujaratNews