ઓફિસ સહિત 3 રૂમમાં પાણી ઘૂસતા સાહિત્ય અને ફર્નિચરને નુકસાન : પાણીનો કુદરતી નિકાલ બંધ થવાથી અને રસ્તાઓ ઊંચા આવવાથી દર વર્ષે સર્જાઈ રહી છે આ સમસ્યામોરબી : મોરબીમાં પડેલા ભારે વરસાદને પગલે ત્રાજપર ચોકડી નજીક આવેલા બી.આર.સી. ભવનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આસપાસના રસ્તાઓ ઊંચા આવી ગયા હોવાથી અને પાણીનો કુદરતી નિકાલ બંધ થઈ જવાના કારણે વરસાદી પાણી સીધા સરકારી કચેરીમાં ઘૂસી ગયા હતા. કચેરીની મુખ્ય ઓફિસ ઉપરાંત અન્ય 3 રૂમ સુધી પાણી પહોંચી જતા ભારે નુકસાની વેઠવી પડી છે.ફર્નિચર અને સરકારી ફાઈલોને નુકસાનબી.આર.સી. ભવનની અંદર પાણી ઘૂસી જવાના કારણે કચેરીમાં રહેલું ફર્નિચર, મહત્વની સરકારી ફાઈલો, શૈક્ષણિક સાહિત્ય અને અન્ય સામાન પલળી ગયો હતો. સામાન્ય વરસાદમાં જ બારીઓના લેવલ (પ્લિન્થ લેવલ) સુધી પાણી ભરાઈ જતા કચેરીના કામકાજને પણ મોટી અસર પહોંચી છે.વર્ષ 2001 પહેલાનું જૂનું અને જર્જરિત બિલ્ડીંગઆ અંગે મોરબી બી.આર.સી. કો-ઓર્ડીનેટર ઉમેશભાઈ બોપલીયાએ જણાવ્યું હતું કે, આ બિલ્ડીંગ 2001 ના ભૂકંપ પહેલાનું એટલે કે ઘણું જૂનું છે. બિલ્ડીંગ નીચાણવાળા વિસ્તારમાં છે અને બંને બાજુના રસ્તાઓ ઊંચા થઈ ગયા હોવાથી આજુબાજુના વિસ્તારના પાણી અહીં જમા થાય છે. દર ચોમાસામાં ભારે વરસાદ વખતે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. સતત પાણી ભરાયેલું રહેતું હોવાથી બિલ્ડીંગ પણ જર્જરિત અને જોખમી બની ગયું છે.હવે નવા બિલ્ડીંગની જરૂરિયાત આ સમસ્યાના કાયમી ઉકેલ અંગે ઉમેશભાઈ બોપલીયાએ જણાવ્યું કે, SSA તરફથી ડેમેજ સર્ટિફિકેટ આપી દેવામાં આવે અને સરકાર દ્વારા યોગ્ય ઊંચાઈ પર નવું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવે તે જરૂરી છે. હાલ તો ચોમાસાની શરૂઆતના વરસાદમાં જ કચેરીની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે જો હજુ વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે.#Morbi #MorbiUpdate #MorbiNews #BRCBhavan #GujaratRain #Monsoon #Waterlogging #LocalNews