રોડનું સ્તર ઊંચું હોવાથી અને ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાના કારણે આ સમસ્યા : પીવાના પાણીમાં ગટરના પાણી ભળતા હોવાની પણ રાવમોરબી : મોરબીના અમરેલી રોડ ઉપર રણછોડનગરમાં શાંતિવન સ્કૂલ પાસે વરસાદના કારણે ઘરોમાં પાણી ઘુસ્યા છે. અહીં રોડનું સ્તર ઊંચું છે અને ભૂગર્ભ ગટર ચોક અપ થઈ જવાના કારણે વરસાદમાં આ સમસ્યા ઉદભવી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ મામલે સ્થાનિક મુસ્કાનબેને જણાવ્યું કે અહીં 7થી 8 ઘરોમાં પાણી ઘરમાં ઘુસ્યા છે. ભૂગર્ભ ગટરની મેઈન લાઈન ચોક અપ થઈ ગઈ છે. તેની સફાઈ કરવા બોલાવીએ ત્યારે ઘર દીઠ રૂ.50-50 લેવામાં આવે છે. છતાં પણ ગટર ફરી ચોક અપ થઈ જવાની સમસ્યા રહે છે. આ ઉપરાંત છેલ્લા દોઢ વર્ષથી જ્યારે પાણી ભરાઈ ત્યારે પીવાના પાણીમાં ગટરનું પાણી ભરાઈ જાય છે.મહાપાલિકા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.