નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંયુક્ત રીતે પમ્પીંગ સ્ટેશનમાં રીપેરીંગને કારણે તા.11,12 અને 13 ના રોજ પાણી વિતરણ અનિયમિત રહેશે મોરબી : મોરબી નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંયુક્ત રીતે પમ્પીંગ સ્ટેશનોમાં રીપેરીંગ કામ હાથ ધરનાર હોવાથી આગામી તા.તા.11,12 અને 13 ના રોજ જુના મોરબી શહેરના અડધા ઉપરાંત વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થાનું સમયપત્રક ખોરવાઈ જશે. મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસરની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ પાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંયુક્ત રીતે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી સપ્લાઈ કરતા સમ્પ હાઉસ પૈકી સરદાર બાગ તથા પંચાસર રોડ ઉપરના પમ્પીંગ સ્ટેશનમા જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોવાથી આગામી તા.-૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨(દિવસ-૩) માટે શહેરના લોહાણા બોર્ડીંગ પછીના વિસ્તાર શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ તથા રવાપર રોડ, શનાળા રોડ, કેનાલ રોડ, ભક્તિ નગર સર્કલ, પંચાસર રોડ, ચિત્રકૂટ સોસાયટી ૧થી૬ તથા લાતી પ્લોટ વિસ્તારમાં પાણી પુરવઠાની સપ્લાઈ અનિયમિત રહેશે જેની સંબંધિત નગરજનોએ નોંધ લેવા જણાવાયું છે.