હળવદ પાલિકા દ્વારા 1 રૂપિયામાં 1 લિટર શુદ્ધ પાણી અપાશેહળવદ : આજરોજ હળવદ નગરપાલિકા દ્વારા હળવદના નાગરિકો અને વટેમાર્ગુઓને પીવા માટે શુદ્ધ ઠંડુ પાણી મળી રહે તેવા શુભ આશયથી ડ્રિકિંગ વોટર એટીએમનો શુભારંભ કરવામાં આવ્યો છે.હળવદ નગરપાલિકા દ્વારા ડ્રિકિંગ વોટર એટીએમનું ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં 1 રૂપિયામાં 1 લીટર, 5 રૂપિયામાં 10 લીટર અને 10 રૂપિયામાં 20 લીટર પીવાનું આર. ઓ ઠંડુ શુદ્ધ પાણી મળી રહેશે. હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલારિયાએ આ સેવાનો લાભ લેવા હળવદની જાહેર જનતાને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં હળવદના સામાજિક કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ નગરપાલિકાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હ