શેરી નં.2માં મેટલિંગનું કામ પૂર્ણ, આવનારા દિવસોમાં શેરી નં.6 અને 7માં પણ કામ પૂર્ણ થશેમોરબી : મોરબીના લાતી પ્લોટમાં ચોમાસામા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહી છે. હજુ ચોમાસામાં માંડ થોડો વરસાદ પડ્યો ત્યાં વાહનો ફસાઈ જવાનો સીલસીલો ચાલુ થઈ ગયો છે. ત્યારે મહાપાલિકા દ્વારા લાતી પ્લોટમાં કઈ કામગીરીઓ ચાલી રહી છે તેની મેયર દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે. વોટર અને સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટની કામગીરી 100% પૂર્ણમેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે લાતી પ્લોટ વિસ્તારમાં વોટર અને સ્ટ્રોમ વોટરની કામગીરી 100% પૂર્ણ થઈ ગઈ છે. મોરબીના 80 કિલોમીટર વિસ્તાર માટે વોટર પ્રોજેક્ટની કુલ રકમ 18 કરોડ હતી, જેમાંથી લાતી પ્લોટ વિસ્તારમાં 3 થી 3.5 કરોડના ખર્ચે વોટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, 4 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટરનું કામ પણ 100% પૂર્ણ થઈ ગયું છે, જેનો સમયગાળો 12 મહિનાનો હતો.ડ્રેનેજની 35% કામગીરી પૂર્ણ, બાકીનું કામ પ્રગતિમાંડ્રેનેજના કામ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ડ્રેનેજ પ્રોજેક્ટની કુલ રકમ 4.27 કરોડ રૂપિયા છે. આ કામગીરી પૂર્ણ કરવા માટે 5 મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં ડ્રેનેજની 35% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની કામગીરી આવનારા દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવશે.વેપારીઓની હાલાકી દૂર કરવા મેટલિંગનું કામ શરૂહાલમાં વરસાદ અને કામગીરીને કારણે લાતી પ્લોટ વિસ્તારમાં વેપારીઓ અને લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા મેટલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. શેરી નંબર 2 માં મેટલિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આવનારા દિવસોમાં શેરી નંબર 6 અને 7 માં પણ આ કામ પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય જે શેરીઓમાં જરૂરિયાત જણાશે ત્યાં પણ મેટલિંગની કામગીરી કરવામાં આવશે તેમ મેયરે વધુમાં ઉમેર્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #LatiPlot #UttamSurani #DevelopmentWorks #GujaratNews