મોરબી : મોરબી મહાનગરપાલિકાની નવી બિલ્ડિંગમાંથી ગંભીર બેદરકારી અને વીજળીના વ્યયનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક તરફ સામાન્ય નાગરિકોને વીજળી બચાવવાની શિખામણ આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓમાં જ પ્રજાના ટેક્સના પૈસાનો બેફામ ધુમાડો થઈ રહ્યો છે.મળતી માહિતી મુજબ, મોરબી મહાનગરપાલિકાની નવી બિલ્ડિંગમાં આવેલા કોંફરન્સ હોલમાં કોઈ પણ પ્રકારની મિટિંગ, સભા કે સત્તાવાર કાર્યક્રમનું આયોજન ન હોવા છતાં કલાકો સુધી લાઈટો, પંખા અને એર કન્ડિશનર (AC) ધમધમતા જોવા મળ્યા હતા. હોલ સંપૂર્ણપણે ખાલી હોવા છતાં સુવિધાઓનો આ પ્રકારે થઈ રહેલો દુરુપયોગ તંત્રની લાપરવાહી છતી કરે છે.ખાલી હોલમાં લાઈટો અને AC ચાલુ મૂકીને જવાબદાર કર્મચારીઓ ગાયબ થઈ ગયા હતા. આ પ્રકારના વીજળીના બિનજરૂરી વ્યયને કારણે મહાનગરપાલિકાની તિજોરી પર આર્થિક બોજ વધે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ આખી ઘટનાને ગંભીરતાથી લઈને બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે કોઈ કડક પગલાં ભરે છે કે નહીં.#MorbiUpdate #Morbi #MorbiNagarpalika #ElectricityWaste #MorbiNews #GujaratNews #PowerWaste #AdministrativeNegligence