મોરબી : મોરબીના વોર્ડ નં. 12માં નિરામય ગુજરાત અંતર્ગત હૃદયની તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. મોરબીમાં બોરિયપાટી રામજી મંદિરે બી.જે.પી. ડોક્ટર સેલ તથા મોરબી નગરપાલિકાના કાઉન્સિલરના સંયુકત ઉપક્રમે મોરબીના વોર્ડ નં. 12ના નાગરિકોના સ્વાસ્થ્ય ચિંતા કરતા નિરામય ગુજરાત યોજના અંતર્ગત લોકો માટે વિનામૂલ્યે હૃદયની તપાસનો કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં દરેક દર્દીને હૃદયની પટ્ટી (ECG), ડાયાબિટીસ (RBS), બ્લડ પ્રેશર (BP) વગેરે રિપોર્ટ તથા ડોકટરી તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવેલ હતી. જરૂરિયાતમંદ દર્દીને 2D-ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી વગેરે સારવાર મા-કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવેલ સાથે આયુષ્માન ભારત તથા મા-કાર્ડ ચેક કરવા તથા નવા કાર્ડ કાઢવાની કામગીરી પણ કરવામાં આવેલ તથા વેક્સીનેશનનો કેમ્પ પણ યોજવામાં આવેલ હતો. આ કેમ્પમાં આશરે 250 જેટલાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં વોર્ડ નં. 12ના કાઉન્સિલર ચુનીલાલ સી. પરમાર, અવચરભાઈ જાદવ તથા કે. કે. પરમાર, રાજેશભાઈ ઘેલાભાઈ કંજારીયા, ભગવાનજીભાઈ રામજીભાઈ, જ્યંતિલાલ જીવરાજભાઈ (ફોજી), જે. પી. નકુમ, અરવિંદભાઈ ડાભી વગેરે આગેવાનોએ હાજરી આપેલ હતી. તેમ ડો. ચેતન અઘારા (આયુષ હોસ્પિટલ)ની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..