પૂર્વ કાઉન્સીલર દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા વોર્ડ નંબર ત્રણમાં પાણી નિકાલની વ્યવસ્થા, ગટરની સફાઇ, ગંદકી દૂર કરવા અને રસ્તાઓનું રીપેરીંગ કરવા બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેઓએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં વોર્ડ નંબર ત્રણમાં ગટર ઉભરાય છે, જેના ગંદા પાણીનો નિકાલ થતો નથી, ગટરની સફાઈની કામગીરી થતી નથી. તેમજ આ વિસ્તારની લાઈટો બંધ છે. તો લાઈટો ચાલુ કરવા, પાણીનો નિકાલ કરી ગંદકી દૂર કરવા બાબતે અવારનવાર કચેરીમાં લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. વધુમાં, વોર્ડ નંબર ત્રણમાં વિદ્યુતનગર સોસાયટીમાં રોડ બનેલો છે પરંતુ ગટરની કુંડી ઊંચી લેવા કોઈ આવતું નથી. તેમજ વોર્ડ નંબર ત્રણમાં નવા બનાવેલા રસ્તા તૂટી ગયેલ છે. જેથી, કોન્ટ્રાક્ટરો પાસે રીપેરીંગ કરાવવા બાબતે વિનંતી કરાઈ છે. દશેરા અને દિવાળીના તહેવાર નજીકમાં દિવસોમાં છે ત્યારે પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા માંગ કરાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..