મોરબી : મોરબીના વોર્ડ નં. 4માં કાઉન્સિલરો દ્વારા નાગરિકો માટે ઇ-શ્રમિક કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકાના સહયોગથી વોર્ડ નં. ચારમાં ઇ-શ્રમીક કાર્ડની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સો ઓરડી વિસ્તારમાં આવેલા ગરીબ અને પછાત વર્ગના લોકો અને મજુરી કરતા મધ્યમ વર્ગના લોકોને ઇ-શ્રમિક કાર્ડ ઘર બેઠા મળે તે માટે આ વિસ્તારના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, કાઉન્સિલર મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિંહ સુખુભા ઝાલા, કાઉન્સિલર મનીષાબેન ગૌતમભાઇ સોલંકી અને લોકસેવક સુરેશભાઈ શિરોહીયા પૂર્વ કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઇ સોલંકી અને કાન્તિલાલ કણસાગરા, મહેશભાઈ સોલંકી વગેરે દ્વારા ખાસ આયોજન હાથ ધરાયુ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..