નિરામય ગુજરાત યોજના અંતર્ગત આયોજન મોરબી : મોરબીના વોર્ડ નં-2ના નાગરિકો માટે નિરામય ગુજરાત યોજના અંતર્ગત હૃદયની તપાસનો કેમ્પ તથા વેક્સીનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હૃદયને લાગતાં રિપોર્ટ તથા ડોકટરી તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવેલ હતા. મોરબીમાં કાદેરીયા હનુમાનજી મંદિરે બીજેપી ડોક્ટર સેલ તથા મોરબી નગરપાલિકાના કાઉન્સિલરના સંયુકત ઉપક્રમે મોરબીના વોર્ડ નં-2ના નાગરિકોના સ્વાસ્થ્ય ચિંતા કરતા નિરામય ગુજરાત યોજના અંતર્ગત લોકો માટે વિનામૂલ્યે હૃદયની તપાસનો કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં દરેક દર્દીને હૃદયની પટ્ટી (ECG), ડાયાબિટીસ (RBS),બ્લડ પ્રેશર (BP) વગેરે રિપોર્ટ તથા ડોકટરી તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવેલ હતા. જરૂરિયાતમંદ દર્દીને 2D-ઇકો,એન્જીયોગ્રાફી,એન્જીયોપ્લાસ્ટી વગેરેની સારવાર મા-કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવેલ હતી.સાથે આયુષ્માન ભારત તથા મા-કાર્ડ ચેક કરવા તથા નવા કાર્ડ કાઢવાની કામગીરી પણ કરવામાં આવેલ તથા વેક્સીનેશનનો કેમ્પ પણ યોજવામાં આવેલ હતો.આ કેમ્પમાં મોટી સંખ્યા લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ઉપસ્થિત મોરબી નગરપાલિકાના પ્રમુખ કે.કે.પરમાર,ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા,કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ,નગરપાલિકાના સદસ્ય લાલજીભાઈ પરમાર ,જેન્તીભાઈ ઘાટલીયા તેમજ આયુષ હોસ્પિટલના એચ.ઓ.ડી અને ડોક્ટર સેલના પદાધિકારી અંકુરભાઇ અને સ્થાનિક આગેવાનોમાં ધીરુભાઈ પરમાર,રાજેશભાઈ તેમજ આ વિસ્તારના જાગૃત પ્રજાજનો હાજર રહ્યા હતા મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..