મોરબી : મોરબી વોર્ડ નં. 11ના નાગપાલિકાના સદસ્ય ભાવેશભાઈ કંઝારીયા તથા કે.કે.પરમારએ ભૂગર્ભ સમસ્યાના ઉકેલ માટે ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે. આ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના વોર્ડ નંબર-11 છેવાડાનો અને નીચાણવાળો વિસ્તાર હોય તેમજ બાયપાસ રોડ ફોર ટ્રેક બની રહ્યો છે. તેમા આશરે પંદરેક સોસાયટીની ભૂગર્ભ ગટરની મેઈન લાઈન દબાઈ ગઈ છે. તેથી, ગટરમાં જવાનું પાણી બંધ હોય તે ગંદુ પાણી રોડ ઉપર પસાર થઇ રહેલ છે અને હાલ વરસાદી માહોલનું પાણી ભરાતું હોય આવી ગંભીર પરિસ્થિતિમાં આ વિસ્તારની હાલત અતિશય ખરાબ હોય. રોગચાળાના ભયના નીચે જીવતી આ સામાન્ય પ્રજાની હાલત અતિશય કફોડી થયેલ છે. આ બાબત માટે અનેકવાર રજૂઆત કરવામાં પણ આવેલ હોય છતાં છેલ્લા ત્રણ માસ થયા ભૂગર્ભ ગટરનો પ્રશ્ન તથા હાલ આ વરસાદી પાણીના નિકાલનો પ્રશ્નનો ઉકેલ આવેલ નથી. માટે આ પ્રશ્નોના વહેલાસર ઉકેલ લાવવા (રિમાઇન્ડર) વિનંતી કરવામાં આવેલ છે. વધુમાં, ગઈ સાલ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે દીવાલ ધસી પડતા ૯ લોકોના મૃત્યુ થયા હતા. માટે ફરીને આ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે વહેલાસર ઘટતું કરવા અપીલ કરેલ છે.