વાંકાનેર : હાલ કોરોના વયરસના પગલે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રાત્રે 12 વાગ્યા પછી થી પ્રતિબંધો લાગુ કરેલ છે. વાંકાનેરની જનતા દ્વારા પોતાના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ ઉપર મોટી લાઇનો લગાવી રહ્યા છે જેમને ખાસ વિનંતી કરવાની કે વાંકાનેર તેમજ સમગ્ર મોરબી જિલ્લામાં પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે તેમજ ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે માટે કોઈ ખોટી અફવાઓથી દૂર રહેવું તેમજ પેટ્રોલ પંપો પર ખોટી લાઇન લગાડી સમયની બરબાદી ન કરવી. વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે કે આગામી 31 તારીખ સુધી પેટ્રોલ ડીઝલ તેમજ મેડિકલ સુવિધાઓ, કરિયાણાની દુકાનો, દૂધની ડેરીઓ તેમજ જીવન જરૂરિયાતની આવશ્યક સામાનની કોઈ તંગી સર્જાશે નહીં માટે અફવાઓથી દુર રહી પોતાના ઘરે જ સમય પસાર કરવો.