વાંકાનેર : વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર મિલ સોસાયટીમાંથી સીટી પોલીસે જાહેરમાં વરલી મટકાના જુદી - જુદી બજારના આંકડા લઈ વરલી મટકાનો જુગાર રમાડતા દેવરાજ ઉર્ફે પિન્ટો નાગજીભાઈ સુરેલા નામના શખ્સને રોકડા રૂપિયા 4,780 તેમજ વરલી સાહિત્ય અને બોલપેન તેમજ આંકડા લખેલી ચિઠ્ઠીઓ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.