કોરોના ગાઈડલાઈન મુજબ માત્ર સંદલ ચડાવાશે વાંકાનેર : વાંકાનેરનાં ઐતિહાસિક મિનારાને ઉર્ષ નિમિતે રાષ્ટ્ર ધ્વજ રંગની રોશનીથી સુશોભીત કરાયા છે પરંતુ કોરોના અન્વયે ઉર્ષની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. શાહબાવા ટ્રસ્ટ ચેરમેન દ્વારા જણાવ્યા મુજબ હઝરત શાહબાવા (ર.અ.)નો ઉર્ષ દર વર્ષે રમજાન ઈદનાં બીજે દિવસે ઊજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના ગાઈડલાઈન મુજબ ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. માત્ર સંદલ ચડાવવાની વિધિ ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક શાહબાવા મિનારાને રાષ્ટ્રધ્વજ રંગની રોશનીથી સુશોભીત કરાતા અનેરું આકર્ષણ જમાવ્યું છે.