બે વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા એક વર્ષની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે રહેતા મનીષાબેન સામંતભાઇ બાવળીયા, ઉ.વ. ૨૦ નામના પરિણીતાએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વધુમાં મૃતક મનીષાબેનના બે વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને સંતાનમાં એક વર્ષની દીકરી હોય બનાવ અંગે વાંકાનેર પીએસઆઇ બી.ડી. જાડેજાએ મૃત્યુનું કારણ સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..