બે દિવસ પૂર્વેના બનાવના ખોટી રીતે એટ્રોસિટીની ફરિયાદ કરાઈ હોવાનું સામાપક્ષે રજુઆત વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે જેસીબી મશીનથી ગટર ખોદવા મુદ્દે સામાન્ય ઝઘડો થયા બાદ બે દિવસ બાદ ગઈકાલે એટ્રોસીટી સહિતની કલમો મુજબ છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સામાપક્ષે પણ પોલીસ મથકે દોડી આવી આગેવાનોએ એટ્રોસીટી એકટ મુજબ ખોટી રીતે ફરીયાદ કરવામાં આવી હોવાની રજૂઆતો કરી હતી. પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા છગનભાઇ ગોવીંદભાઇ અઘારાના ઘર પાસે આરોપી (૧) ઉસ્માનભાઇ અલીભાઇ કડીવાર જમાતના પ્રમુખ (ર) નિઝામ મામદ કડીવાર (૩) મામદ હાજી કડીવાર (૪) ઇરફાન ફતે ચૌધરી (પ) અમીભાઇ અલીભાઇ કડીવાર (૬) ઉસ્માન આહમદભાઇ કડીવાર રહે.બધા અરણીટીંબાવાળા જેસીબીથી ગટર ખોદવા ખાડો કરતા હતા ત્યારે ફરિયાદી છગનભાઇને તેમના ઘર પાસે પણ ગટર ખોદશે તેવું જણાતા તેમને ગટર ખોદવા ના પાડી હતી. જેને પગલે આરોપીઓને આ વાત સારી નહિ લાગતા ફરિયાદી તેમજ સાહેદો સાથે બોલાચાલી ઝગડો કરી ફરીયાદી છગનભાઇનો કાંઠલો પકડી ધક્કો મારી પછાડી દઇ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું અને ફરિયાદી અનુસૂચિત જાતીના હોવાનું આરોપીઓ જાણતા હોવા છતા જાતી પ્રત્યે જાહેરમાં હડધુત કરતા ઘટનાના બે દિવસ બાદ કૌટુંબિક સભ્યો સાથે વાતચીત કરી ગઈકાલે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(ર)(૫-અ) મુજબ ગુન્હો દાખલ કર્યો છે. બીજી તરફ નાના એવા ગામમાં ફરિયાદ નોંધાયા બાદ સમાપક્ષે પણ લોકો પોલીસ મથકે દોડી ગયા હોવાનું અને જાતિ પ્રત્યે હડધૂત કરાયાની ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાની રજુઆત કરી મોડી રાત્રી સુધી લોકો પોલીસ મથકે એકત્રિત થયા હોવાનું જાણવા મળે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..