વાંકાનેર : વાંકાનેરમાં આવેલ જયદીપ મીલરન્સમાં મજૂરીકામ કરતાં વેલજી સોલંકી (ભિલ)નો પુત્ર રાયધન ઉંમર વર્ષ 15 ને પેટનો દુખાવો થતાં પ્રથમ વાંકાનેર બાદ મોરબી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ જ્યાં વધુ તબિયત નાજુક જણાતા રાજકોટ સરકારી હોસ્પિટલે સારવાર અર્થે દાખલ કરેલ જ્યાં તેમની સારવાર કારગત ન નીવડેલ અને તેનું મૃત્યુ થયેલ. જેના મોતનું સાચું કારણ જાણવા ડોક્ટરોએ પીએમ કરી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકે જાણ કરેલ છે. વાંકાનેરમાં ચર્ચાથી માહિતી મુજબ ગતરાત્રિના કોઈ વળગાળ વળગ્યો હોવાથી વળગાળ કાઢવા માટેના પ્રયાસોમાં કોઈ અગમ્ય બનાવ બનેલ હોવાની વાત ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ખરેખર આ બાબતે સત્ય હકીકત શું છે તે તો પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne