વાંકાનેર : શ્રી કૈલાસ આશ્રમ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-વાંકાનેરના ઉપક્રમે શ્રી હરિહર ગૌશાળા ખાતે બ્રહ્મમિત્ર મંડળ દ્વારા યુવરાજ કેશરીદેવસિંહ ઝાલાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જોધપુર જગ્યાના મહંત શ્રી જયમનદાસ બાપુ, ભરતભાઈ ઓઝા, રાજુભાઈ રાવલ, અમીતભાઈ ભટ્ટ, પ્રમોદભાઈ અત્રી તેમજ બ્રહ્મ મિત્ર મંડળના દરેક સભ્યો હાજર રહ્યા હતા. વૃક્ષારોપણ કરીને વૃક્ષોનું કાળજી પૂર્વક જતન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા.