વાંકાનેર : વાંકાનેરના અરણીટીમ્બા ગામની સીમમાં તિથવા રોડ ઉપર વાડીએ આવેલા વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડતા વાંકાનેરના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરમાં 25 વારીયા વિસ્તારમાં રહેતા અશોકભાઇ લાલાભાઇ ચંપકભાઇ ગુંદરીયા ગઈકાલે સવારના સમયે અરણીટીંબા ગામની સીમમાં મોટી કેનાલ પાસે તીથવા રોડ ઉપર આવેલ રહીમભાઇ માથકીયાની વાડીએ ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મર (ટી.સી.) ઉપર ચડતા ઇલેકટ્રીક શોક લાગતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.