ટંકારા : તાલુકાના સજનપર ગામ નજીક ઇકો કારની હડફેટે બાઇક પર ડબલ સવારીમાં જઈ રહેલા વાંકાનેરના યુવકનું મોત થયું હતું. બાઇકમાં પાછળ બેસેલા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. વાંકાનેરના પંચસિયામાં રહેતા મોહીન રસુલભાઈ ખોરજીયા અને શબ્બીર હુસેન બાઇક લઈ સજનપર ગામ નજીક રાધે ફાર્મની ગોળાઈ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇકો કાર નંબર GJ 36 L 4338ના ચાલક તૈફુર હુસેનભાઈ ભોરણીયા રહે. રાતીદેવડી તા.વાંકાનેર વાળાએ બેફામ રીતે કાર ચલાવતા ડબલ સવારી બાઇક ચાલકને હડફેટે લીધા હતા. જેમાં બાઇક ચાલક શબ્બીર હુસેનભાઈને શરીરે મૂંઢ માર લાગી શરીરે નાની મોટી ઇજા થઇ હતી જ્યારે બાઇક પાછળ બેઠેલા મોહીન ઉ. 25 વર્ષીય યુવકને પણ મૂંઢમાર સહિત માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. બનાવ અંગે ગુન્હો નોંધીને ટંકારા પો.સ્ટે.ના હેડ.કોન્સ. એન.કે.રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.