વાંકાનેર : આજ રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની સામાન્ય સભાની મીટિંગ મળી હતી આ મીટિંગમાં વાંકાનેર તાલુકાના તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જણસીઓ વેચવા આવતા ખેડૂતોને તેમજ યાર્ડમાં કામ કરતાં મજૂરોને જે રીતે અન્ય યાર્ડમાં અકસ્માત મૃત્યુ સહાય આપવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ મૃત્યુ સહાય આપવામાં આવે તેવી માગણી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના યુવા ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી દ્વારા કરવામાં આવી હતી.અશ્વિનભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતો રાતદિવસ મહેનત કરીને માર્કેટિંગ યાર્ડમાં પોતાનું ખેત ઉત્પાદન લઈને આવતા હોય છે. જેથી માર્કેટિંગ યાર્ડની આવકો ઉભી થતી હોય છે. તેથી ખેડૂતોને અકસ્માત મૃત્યુ સહાય આપવામાં આવે અને દરેક કામદારોને પણ અકસ્માત મૃત્યુ સહાય આપવામાં આવે.