અમદાવાદથી રાજકોટ જતો રૂપિયા 4.56 લાખના દારૂ સહિત 9.61 લાખનો મુદામાલ કબ્જે : એક આરોપી ઝડપાયો મોરબી : દિવાળીએ દારૂની રેલમછેલ થાય તે પૂર્વ જ આજે મોરબી એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આરસી, રોયલ સ્ટગ, મેકડોવેલ નંબર વન, સિગ્નેચર સહિત વિદેશી દારૂના બબ્બે લિટરના જગ ભરેલી બોલેરો કાર ઝડપી લઈ કુલ 9.61 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને વિક્રમભાઈ કુગશિયાને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી વિદેશી દારૂના બેબ્બે લિટરના જગનો મોટો જથ્થો ભરી એક બોલેરો પિકઅપ ગાડી રાજકોટ તરફ જવાની છે. જે બાતમીને આધારે એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવતા બાતમીના વર્ણન વાળી બોલેરો પસાર થતા અટકાવી તલાશી લેતા બોલેરોમાંથી રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કીનીબોટલો નંગ-૯૬ કી.રૂ. ૧,૪૪,૦૦૦, રોયલ સ્ટેગ રીઝર્વ વ્હીસ્કીનીબોટલો નંગ-૧૫૦ કી.રૂ. ૧,૮૦,૦૦૦, મેકડોવેલ-નંબર વન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૧૨૦ કી.રૂ. ૧,૨૦,૦૦૦ તથા સીગ્નેચર રેર એજડ વ્હીસ્કીની બોટલો નંગ-૦૮ કી.રૂ. ૧૨,૦૦૦ મળી આવી હતી જેથી એલસીબી ટીમે બોલેરો પીકઅપ વાહન નં. GJ-27-X-7768 કી.રૂ.૫,૦૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૫,૫૦૦ મળી કુલ કી.રૂ. ૯,૬૧,૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં એલસીબી ટીમે વિદેશીદારૂનો જથ્થો લઈ બોલેરો સાથે નીકળેલા એજાજભાઇ ઇકબાલભાઇ પતાણી, રહે. રાજકોટ ગોંડલ રોડ, ખોડીયાર નગર વાળાને ઝડપી લઈ વિદેશીદારૂનો જથ્થો ભરાવી આપનાર સલીમભાઇ પિંજારા રહે, રાજકોટ અને વિદેશી દારૂનો આ જથ્થો મંગાવનાર વ્યકિતને ફરાર જાહેર કરી ત્રણેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા, ASI સંજયભાઇ પટેલ, રજનીકાંતભાઇ કૈલા, પો.હેડ કોન્સ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયા, રણવીરસિંહ જાડેજા અશોકસિંહ ચુડાસમા વિગેર દ્વારા કરવામાં આવેલ હતી.