વાંકાનેર : વાંકાનેરમાં રામદેવ મંડપ સર્વિસની ઓફિસમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદી પ્રીતિબેન હરેશભાઈ કારીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકે ચાર આરોપીઓ વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરાવેલ છે. પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ફરિયાદી પ્રીતિબેન હરેશભાઈ કારીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકે આરોપી ૧. ડો. ભરતસિંહ, ૨. કૃષ્ણસિંહ ૩. વનરાજસિંહ ૪. હકુભા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે કે ફરિયાદીના પતિને આરોપી નંબર એકના દીકરાના લગ્નમાં પાણીના જગ માંગેલ જે હાજરમાં ન હોય જેથી ફરિયાદીના પતિએ ના પાડતાં તથા ઘોઘુભાના દીકરાના લગ્નના મંડપ સર્વિસનું બિલ નહીં આપવા આરોપીએ જણાવેલ હોય તેમ છતાં બિલ આપતાં તેનો ખાર રાખી આરોપીઓએ મોટરસાયકલમાં આવી ફરિયાદીના પતિ તથા ભત્રીજાને ભૂંડાબોલી ગાળ આપી, મૂઢમાર મારી, ઓફિસમાં નુકસાન કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી, ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગે ફરિયાદ આપતાં વાંકાનેર સીટી પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 323, 504, 506(2), 427, 114 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.