કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, અલગ-અલગ વિભાગના પ્રધાનાચાર્યઓ, આચાર્યો તથા ત્રણેય વિદ્યાલયના વિધાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યાવાંકાનેર : વિદ્યા ભારતીના વિદ્યાલયોમાં તેજસ્વીતા અભિવાદન, ધો. 10નો શુભેચ્છા સમારોહ અને ધો. 12 નો વિદાય સમારોહ એમ ત્રિવેણી કાર્યક્રમ યોજાયો. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, અલગ-અલગ વિભાગના પ્રધાનાચાર્યઓ, આચાર્યો તથા ત્રણેય વિદ્યાલયના ધો. 10 અને 12ના વિધાર્થીઓ સિદ્ધિ મેળવેલ પૂર્વ વિદ્યાર્થી અને વાલીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. વાંકાનેરના ખંતીલા બી.આર.સી કોર્ડીનેટર મયુર સિંહ ભાઈ પરમાર પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમજ તેમને વિદ્યાર્થીને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. અને તેમનું મંડળ દ્વારા શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું. સંસ્થાના ટ્રસ્ટીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ પોતાના શાળા જીવનના સંસ્મરણો પ્રતિભાવો સ્વરૂપે રજૂ કર્યા. આ કાર્યક્રમમાં ધો. 10 અને 12 માં વર્ષ 2023-24માં વિષયવાર શ્રેષ્ઠ દેખાવ કરનાર 23 વિદ્યાર્થીઓનું વિષયનું સૌજન્ય જેમના દ્વારા થયું છે તેના દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત ધો. 9 થી 12 ના પ્રથમ એકથી ત્રણ નંબર મેળવેલ 30 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનું શિલ્ડ એનાયત કરી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું. આવેલ તેમજ તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી. આ સાથે જ ત્રણેય વિધાલયના આ વર્ષે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ 10 ના 158 અને ધો. 12ના 100 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહના 36 જેટલા વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટ દ્વારા શુભેચ્છાઓ અને જીવનમાં પણ ખૂબ પ્રગતિ કરે, ગામ સમાજ, દેશનું નામ રોશન કરે તેવા આશીર્વચન આપવામાં આવ્યા. વિદ્યાર્થી પોતાના વ્યવસાયિક જીવનમાં પણ વસુધૈવ કુટુંબકમનો ભાવ લઈ સમાજમાં કાર્ય કરે, પ્રમાણિકતાથી તનાવ રહિત પરીક્ષાઓ આપી શ્રેષ્ઠત્વને પામે તેવા આશીર્વાદ ઉપસ્થિત ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી, વિનુભાઈ રૂપારેલિયા, કલ્પેન્દુંભાઈ મહેતા અને દિનેશભાઈ રાવલ દ્વારા આપવામાં આવ્યાં. આ કાર્યક્રમનું સફળ આયોજન નિલેશભાઈ ધોકિયા, દર્શનાબેન જાની અને ત્રણેય વિદ્યાલયના આચાર્યો દ્વારા કરવામાં આવ્યું હતું.