શાળાના છાત્રો માટે ઇકો ફ્રેંડલી ગણપતિ મેકિંગ સ્પર્ધા યોજાઈ : મતદાર જાગૃતિ રેલીનું પણ આયોજન વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રા.શાળાના શિક્ષકો કવિતાબેન રાઠોડ, નમ્રતાબા પરમાર , મીરલબેન કોટક, દિનેશભાઇ રૈયાણી, રવજીભાઈ બોસિયા, વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા શાળાના તમામ 169 બાળકોને ચાપડી- ઊંધિયું- જાંબુનું ભોજન કરાવવામાં આવ્યું હતું. જેમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષક વિજયભાઈ સોલંકી હાજર રહ્યા હતા..અને તમામ બાળકોને પેન અને પેન્સિલ ભેટમાં આપી હતી. આ સિવાય શાળાના ધોરણ - 1 અને 2 પ્રજ્ઞાના બાળકો માટે ઇકો ફ્રેંડલી ગણપતિ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં બાળકોએ વાલીની મદદથી સુંદર કાર્ય કર્યું હતું. શિક્ષક નમ્રતાબા પરમારના પ્રયત્નોથી વિજેતા 10 બાળકોને દાતા વિપુલકુમાર રૂપારેલ ( પ્રિયા હેંડીક્રાફ્ટ , રાજકોટ ) તરફ થી ઇનામ આપવામાં આવ્યા હતા.આ સિવાય દાતા રંજનબા મહેન્દ્રસિંહ જાડેજા તરફથી બધા બાળકોને પેન- પેન્સિલની ભેટ આપવામાં આવી હતી.સાથે જ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી રૂપે ચિત્ર સ્પર્ધામાં વિજેતા બાળકોને આચાર્ય વિરેન્દ્રસિંહ તરફથી ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સાથે જ સમુદાય જાગૃતિના ભાગ રૂપે રેલીનું આયોજન કરાયું હતું.B.L.O. રવજીભાઈ બોસિયા દ્વારા મતદાર જાગૃતિ સભાનું આયોજન કરાયું હતું.પ્રજ્ઞા શિક્ષક નમ્રતાબા પરમાર દ્વારા વાલી જાગૃતિના ભાગરૂપે વાલી મિટિંગનું આયોજન કરાયું હતું.તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદી માં જણાવેલ છે.