હેલ્મેટ પહેરીને અને સીટ બેલ્ટ બાંધીને નીકળેલા વાહનચાલકોનું સન્માન કરાયું વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલ પ્લાઝાનું સંચાલન સંભાળતી સેફવે કન્સેસન્સ અને અશોકા બિલ્ડકોન લિમિટેડની ટીમ દ્વારા રાષ્ટ્રીય સડક સુરક્ષા માહની ઉજવણી રૂપે ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ટોલ મેનેજર રંજનકુમાર રાય, દત્તાત્રેય સાત્પુતે, ધરમાં સેલકે, ઈન્સીડેન્ટ ઓફીસર તેજસ છાટબાર તેમજ રાજનસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતા. વાહનચાલકોને રોડ સેફ્ટી માટે પ્રોત્સાહન આપવા માટે સ્ટાફ દ્વારા હેલ્મેટ પહેરીને અને સીટ બેલ્ટ બાંધીને નીકળેલા વાહનચાલકોને ફૂલ આપી તેમજ ઢોલ વગાડી સન્માન કરાયું હતું. જેથી, અન્ય વાહનચાલકોને હેલ્મેટ પહેરવા પ્રેરિત કરી શકાય. અને રોડ સેફ્ટી માટે વાહનચાલકોને ટ્રાફિક નિયમો, રોડ સલામતી માટે શું કરવું એ અંગે પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા હતા.