વાંકાનેર : અનલોક-1 દરમિયાન આગામી તા. 8થી સરકારના નિયમોના પાલન સાથે મંદિરો ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે વાંકાનેરમાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. ત્યારે મંદિર માત્ર દર્શન માટે જ ખુલ્લું રહેશે. ગર્ભગૃહમાં તથા આરતી સમયે મંદિરમાં પ્રવેશ બંધ રહેશે. દર્શન માટેનો સમય સવારે 7-30થી બપોરે 11-30 અને બપોરે 12-30થી સાંજે 6-30 સુધીનો રહેશે. મંદિરમાં દર્શન વખતે 8-10 લોકો જ પ્રવેશ કરી શકશે. દર્શન કરી તુરંત નીકળી જવાનું રહેશે. હાલ ભોજનાલય અને ઉતારા માટેની રાત્રી રોકાણની વ્યવસ્થા બંધ રહેશે. તેમજ મંદિરમાં દર્શન માટે આવનાર દરેક લોકોએ માસ્ક પહેરવા ફરજીયાત છે. તથા સોસીયલ ડીસ્ટન્સનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે. તેમ મંદિરના ટ્રસ્ટ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.