વાંકાનેર : લોકસભાની ચૂંટણીમાં ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં શતાયુ મતદારો, બીમાર મતદારો, અપંગ મતદારો પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવવા ગયા હોય. આવા જ એક કિસ્સામાં ભરવાડ પરામાં રહેતાં રામુબેન ભુરાભાઈ પંડ્યા (રાજગોર બ્રાહ્મણ) ઉંમર વર્ષ ૯૬ કે જેનું અંદાજીત પંદર દિવસ પહેલાં જ પગના ગોળાનું ઓપરેશન કરાવેલ અને હાલમાં હલનચલન કરી શકે તેમ ન હોવા છતાં સ્ટ્રેચરમાં મતદાન કરવા આવી પહોંચ્યા હતા. લોકશાહીના મહાપર્વ નિમિત્તે મતદાન કરવાની તેમની અદમ્ય ઈચ્છા હોવાથી વાંકાનેર ગાયત્રી મંદિરની એમ્બ્યુલન્સમાં તેમને મતદાન કરાવવા માટે ગર્લ્સ હાઇસ્કુલ ખાતે લઈ જવાયા હતા. જોકે એક વાત તો સ્પષ્ટ છે કે આટલી મોટી ઉંમરના વ્યક્તિ મતદાન માટે આટલા જાગૃત છે પરંતુ અમુક નાની ઉંમરના અને સક્ષમ મતદાતાઓ પણ મતદાન કરવામાં ઠાગાઠૈયા કરતા હોય છે જે દુર્ભાગ્ય પૂર્ણ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news