30 લાખનો મુદ્દામાલ કબ્જેવાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી એક ડમ્પર કબ્જે કર્યું છે. મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સપેક્ટર બી.વી. પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતું એક ડમ્પર(રજી. નંબર: GJ-13-AW-6570) મળી આવ્યું હતું. પોલીસે આ વાહનને અટકાવી તપાસ કરતા તે બિનઅધિકૃત હોવાનું જણાય આવ્યું હતું. આમ, કુલ 30,00,000 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #Morbi #Wankaner #PoliceAction #IllegalMining #GujaratPolice #MorbiUpdate #WankanerRural