વાંકાનેર : કણકોટ ગામથી રેલવે સ્ટેશન રોડ પર એક અસ્થિર મગજના વ્યક્તિ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફને મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા આ વ્યક્તિનું નામ અજયભાઈ રાજુભાઈ રાઠોડ હોવાનું અને તે રાજકોટની રણછોડદાસ આશ્રમ પાસે આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આ વ્યક્તિ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. જેથી પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.