વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમે આજે ૦૩ ઓગસ્ટના રોજ કરેલા કોમ્બિંગ દરમિયાન પ્રોહીબીશન અને જુગારને લગતા અનેક ગણનાપાત્ર કેસો શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત, ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં પ્રોહીબીશનના ૦૪ કેસ, જુગારનો ૦૧ કેસ, જી.પી. એક્ટ કલમ ૧૩૫ નો ૦૧ કેસ, એમ.વી. એક્ટ કલમ ૧૮૫ નો ૦૧ કેસ, બી.એન.એસ. કલમ ૨૮૧ હેઠળ ૦૧ કેસ, બી.એન.એસ. કલમ ૨૮૫ હેઠળ ૦૧ કેસ તેમજ ૧૦૦૦ ના દંડ સાથે તાડપત્રીને લગતા કેસ શોધી કાઢવામાં આવ્યા હતા. તેમજ કેસો મળીને કુલ રૂપિયા ૭,૦૮,૯૧૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.