વાંકાનેર: મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા તત્વો સામે પોલીસે ઝુંબેશ તેજ કરી છે. વાંકાનેર તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર ખનીજ ચોરી અને ઓવરલોડ વહન કરતા 4 ડમ્પર ઝડપી પાડી કુલ 1,20,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી મુજબ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે અને ઓવરલોડ ખનીજ વહન કરતા વાહનો મળી આવતા તેને કબ્જે લેવામાં આવ્યા હતા.પોલીસે અશોક લેલન કંપનીના કુલ 4 ડમ્પર (ડમ્પર રજી. નંબર GJ-08-AU-7124, GJ-03-BY-8288, GJ-03-BY-7953, GJ-11-VV-9695) કુલ કિંમત 1 કરોડ 20 લાખની કિંમતના વાહનો જપ્ત કરી ખનીજ ચોરી કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.કામગીરી કરનાર ટીમઆ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર બી.વી. પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.વી. ખાંભલા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ જોડાઈ હતી.#Morbi #Wankaner #PoliceAction #MineralMafia #GujaratPolice #CrimeNews #MorbiUpdate #IllegalMining