વાંકાનેર : આઝાદી બાદ આજે પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે ત્યારે આજે ભાજપના પ્રમુખ - ઉપ પ્રમુખે વિધિવત પૂજનવિધિ બાદ ચાર્જ સંભાળ્યો હતો. વાંકાનેર તાલુકા પંચાયતમાં સર્વાનુમતે પ્રમુખપદે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખપદે ભૂમિકાબેન વિંજવાડીયાની વરણી થયા બાદ બન્ને હોદ્દેદારોએ આજે ભાજપ અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરી ચાર્જ સંભાળ્યો હતો.