અમરસિંહજી હાઇસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 700 જેટલા ખેડૂતો સહભાગી બન્યાવાંકાનેર : મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે વાંકાનેર તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.સમગ્ર રાજ્યમાં તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે વાંકાનેર તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ વિભાગ દ્વારા ઉભા કરવામાં આવેલા ખેડૂતલક્ષી સ્ટોલ અને પ્રદર્શનની મુલાકાત લીધી હતી. વાંકાનેર તાલુકાના અંદાજિત 700 જેટલા ખેડૂતોએ આ કૃષિ મહોત્સવમાં સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત ખેડૂતોને મહાનુભાવો તથા કૃષિ નિષ્ણાતો દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ સરકારના અભિગમ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનુભાવના હસ્તે ખેડૂતોને વિવિધ સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.