વાંકાનેર : જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા અને શિક્ષણ ભવન રાજકોટ અને બીઆરસી ભવન વાંકાનેર દ્રારા વાંકાનેર તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન ગાયત્રી મંદીર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા 35 કૃતિ રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી અને અશ્વિનગીરીબાપુએ હાજરી આપી હતી. આ પ્રદર્શનમાં ચોથા વિભાગમાં ગુંદાખડા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ખમાણી વિજય અને ગોધાણી વિશાલ તથા માર્ગદર્શન શિક્ષક સાગર ઉમેશકુમારની કૃતિ પ્રથમ નંબરે પસંદગી પામી હતી. આ કૃતિ મોરબી જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર... લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો.. https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL