વાંકાનેર: ગઈકાલે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કાંતિરા કોરોના પોઝીટીવ આવ્યા બાદ આજે વાંકાનેર તાલુકા આરોગ્ય અધિકારી ડો. શેરસિયા પણ કોરોના સંક્રમિત થયા છે. વાંકાનેર તાલુકા આરોગ્ય અધિકારી ડો. શેરસિયાને કોરોનાના લક્ષણો દેખાતા તેઓએ આજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેવોએ સારવાર લઈને હોમ કોરોન્ટાઈ થઈ ગયા છે. આ ઉપરાંત શહેરમાં અન્ય ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો પણ કોરોના પોઝિટિવ આવતા તેવોએ પોતપોતાના દવાખાનાં બંધ કરીને હોમકોરોન્ટાઈન થઈ ગયાની મહીતી મળી છે.