વાંકાનેર : વાંકાનેરમાં એક યુવકે સગપણ ન થતું હોવાના કારણે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં રહેતા 32 વર્ષીય હિરેન દિનેશભાઇ વરાણીયાએ સગપણ ન થતું હોવાના કારણે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.