વાંકાનેર : વાંકાનેર શહેરમાં એક યુવકે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરના મિલપ્લોટ શેરી નંબર 1માં રહેતા ઝાકીર આમદભાઈ કટિયા ઉં.વ. 20 નામના યુવકે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરતા પોલીસે બનાવની એ.ડી.નોંધી બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. બનાવની તપાસ વાંકાનેર સિટી.પોલીસ મથકના હેડ.કોન્સ. પી.એચ.બોરાણા ચલાવી રહ્યા છે.