મોરબી : ગુજરાત સરકારના 'રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ' દ્વારા તાજેતરમાં રાજ્યકક્ષાના 'યુવા ઉત્સવ - ૨૦૨૪' નું આયોજન થયેલ. જેના 'વક્તૃત્વ સ્પર્ધા' વિભાગમાં, રાજકોટની વિરાણી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વાંકાનેરની વિદ્યાર્થિની કુ. નિર્જરા જતીનભાઈ રાવલે સર્વોચ્ચ સફળતા મેળવેલ છે. તબક્કાવાર યોજાયેલ આ સ્પર્ધામાં નિર્જરાએ તા. ૧૮-૯-૨૦૨૪ ના રોજ જિલ્લાકક્ષાએ તથા તા. ૨૪-૧૧-૨૦૨૪ ના રોજ ૧૪ જિલ્લાની પ્રાંતકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યા બાદ, તા. ૭-૧૨-૨૦૨૪ ના રોજ યોજાયેલ રાજ્યકક્ષાની સ્પર્ધામાં 'આજે જગતને યુદ્ધની જરૂર છે કે બુદ્ધની?' એ વિષય પર પોતાના ધારદાર વિચારો રજુ કરીને, ગૌરવપૂર્ણ પ્રથમ સ્થાન મેળવીને માતાપિતા અને કોલેજનું નામ રોશન કરેલ છે. ચિ. નિર્જરા હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેમ યાદીમાં જણાવાયું છે.