વાંકાનેર : મોરબી જિલ્લામાં હાલ 18થી વર્ષથી વધુ વયના યુવાન લોકોને વેકસીન આપવામાં આવતું ન હોય જે તાકીદે શરૂ કરાવવા વાંકાનેર તાલુકાના શિવસેનાના પ્રમુખ મયુર ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું હતું કે, કોરોનાની મહામારી સામે લડવા માટે ફક્ત કોરોના વેકસીનને જ સંજીવની ગણવામાં આવી રહી છે. દેશભરમાં લોકોમાં વેકસીનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ 1 મેથી 18 વર્ષ ઉપરના યુવા વયના લોકોને વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. રોજના એક લાખ વેકસીન ડોઝ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે યુવાવર્ગમાં પણ વેકસીન લેવા માટે જાગૃતતા હોય; પરંતુ 18થી વધુ વયના લોકોને વેકસીનેશનમાં મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય જેથી આ જિલ્લાનો તાકીદે સમાવેશ કરી યુવા વર્ગને પણ વેકસીનનો લાભ મળે તેવી કાર્યવાહી કરવાની માંગ છે.