વાંકાનેર : પ્રોજેક્ટ લાઈફ, સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 121 શાળા પૈકીની 97મી શાળાની અર્પણવિધિ તાલુકાના ગાંગિયાવદર ગામે આવતીકાલે ગુરુવારના રોજ યોજાશે. આવતીકાલે તારીખ 9 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ સવારે 10 વાગ્યે વિમળાબેન અને મનહરલાલ મહેતા પ્રાથમિક શાળા-ગાંગિયાવદરની અર્પણવિધિ યોજાશે. આર્થિક સહયોગ આપનાર મીનાબેન અને ડો. રાજેશભાઈ મહેતા અને પરિવાર (યુએસએ)ના હસ્તે આ 97મી શાળાની અર્પણવિધિ થશે. જેમાં અતિથિ વિશેષ તરીકે લાઈફ ગ્લોબલ કેલિફોર્નિયા (યુએસએ)ના નલિનીબેન સોલંકી અને યુથ પેટ્રોન, લાઈફ ગ્લોબલ કેલિફોર્નિયા (યુએસએ)ના હરિશભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે.