રાજકોટ : ૬૭-વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારમાં આવતા રાજકોટ તાલુકાના ખેરડીથી ભીચરી (અમરગઢ) ગામને જોડતા રોડના રિસર્ફેસિંગ કામનું ગત તારીખ ૧ માર્ચના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ ૨૧૯.૮૨ લાખના ખર્ચે મંજૂર થયેલા આ માર્ગના કામનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઈ ડાભી, તાલુકા પંચાયત સદસ્ય નિલેશભાઈ પીપળીયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ કાકડિયા, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી વીપુલભાઈ બસીયા, મહામંત્રી અજયભાઇ મકવાણા, ભાજપ અગ્રણી જસ્મીનભાઈ પીપળીયા, રાજકોટ તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગણેશભાઈ ગોહેલ અને મંત્રી જીજ્ઞેસભાઈ ગોહેલ સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગ બનવાથી આસપાસના ગામના લોકોને વાહનવ્યવહારમાં મોટી સુવિધા મળશે.#Wankaner #Kuvadva #Rajkot #Kherdi #BhichariRoad #RoadDevelopment #Gujarat #MorbiUpdate