અસહ્ય બફારા બાદ 15 મિનિટથી વધુ સમય સુધી કમોસમી વરસાદ વાંકાનેર : વાંકાનેરમાં સાડા પાંચ વાગ્યે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વાંકાનેરમાં આજે સાડા પાંચ વાગ્યે વાતાવરણમાં બદલાવ સાથે પંદર મિનિટ જેટલો સમય સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો જેને પગલે માર્ગો ભીના થયા હતાં. બપોરે ઉકળાટ જેવા વાતાવરણ બાદ સાંજે વીજળીનાં ધીમા ગડગડાટ સાથે માવઠું વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. એક તરફ કોરોનાકાળ અને બીજી તરફ કમોસમી વરસાદ વરસતા કુદરતના ખેલથી નાગરિકો ચિંતિત જોવા મળ્યા હતા.