અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી : દારૂનો ડખ્ખો કારણભૂત હોવાનું અનુમાન વાંકાનેર : વાંકાનેરના રાતાવીરડા ગામે આજે અજાણ્યા શખ્સો દ્વારા યુવાનની હત્યા કરી નાખવામાં આવતા ચકચાર જાગી છે.જો કે હજુ સુધી આ મામલે ફરિયાદ દાખલ થઈ નથી અને પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ઘટના અંગે જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રાતાવીરડા ગામે અજાણ્યા ઈસમોએ જગા ઉર્ફે જગશી લખમણ કૂણપરા નામના યુવાને માથામાં બોથડ પદાર્થ કે પથ્થરના ઘા ઝીકી દેતા મોત નીપજ્યું હતું. હાલમાં આ યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડી પીએમ કરવામાં આવી રહયુ છે. દરમિયાન હત્યા મામલે સ્થાનિક સુત્રોમાં થતી ચર્ચા મુજબ દારૂ પીવાના ડખ્ખામાં યુવાનને રહેંસી નાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે, આ મામલે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.