કોરોના પરિસ્થિતિ અન્વયે મહાપ્રસાદ રદ વાંકાનેર : દર વર્ષે ફળેશ્વર મંદિરનાં બ્રહ્મલીન મહંત રામ કિશોરદાસબાપુ પુણ્ય તિથિની ધર્મમય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે તા. 10 ને બુધવારનાં રોજ બાપુની 13મી વાર્ષિક પુણ્યતિથિની માત્ર સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવશે. સવારે 8 કલાકે ગુરુદેવ રામકિશોરદાસ બાપુની મૂર્તિ પ્રતિમાનું પૂજન અર્ચન કરાશે. અને આ વર્ષે મહાપ્રસાદ મોકૂફ રાખવામાં આવ્યો છે. જેની તમામ ભાવિકોએ નોંધ લેવા ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.