વાંકાનેર : શહેરના રેલવે સ્ટેશનમાં ગાયો ફરતી હોય એવા દ્રશ્યની આપે ક્યારેય કલ્પના નહિ કરી હોય, પણ વાંકાનેર રેલવે સ્ટેશનમાં આવા દ્રશ્યો જોવા મળતા અને તેના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થતા રેલવે તંત્રનું નાક કપાયું છે. ગત તારીખ 13 ઓક્ટોબરના દિવસે સમી સાંજે 06:30 વાગ્યાની આસપાસ મુસાફરોના વિશ્રામ માટે બનાવેલા આરામ ગૃહમાં ગાયો ફરતી અને આરામ કરતી જોવા મળતા લોકોને આશ્ચર્ય થયું હતું. ઉપસ્થિત ઘણા મુસફરોએ આ અલભ્ય નજારો નિહાળી તેના ફોટા પાડ્યા હતા જે સોશિયલ મીડિયામાં ફરતા થતા રેલવે તંત્રનું નાક કપાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સાથો સાથ આ રીતે પશુઓ રેલવે સ્ટેશનની અંદર સુધી ઘુસી આવે એ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અત્યંત ચોંકાવનારો બનાવ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારનો મસ મોટો પગાર તેમજ અન્ય સુવિધાઓ મેળવતા રેલવે બાબુઓ પોતાની એસી ઓફિસમાંથી જાણે બહાર ફરકતા જ ન હોય એવું આ બનાવ પરથી પ્રતીત થાય છે. રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોની સાથે ટ્રેક પર આવતી ટ્રેનો માટે પણ આ સ્થિતિ અત્યંત જોખમી હોવાનું જાણકારો માની રહ્યા છે. ત્યારે આવા બનાવો ભવિષ્યમાં રોકવામાં આવે એ ખાસ જરૂરી છે અને આ માટે જવાબદારો સામે પગલાં લેવાવવા જોઈએ તેવું મુસાફરોમાં ચર્ચાઈ રહ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274